જાણવા જેવુ

ગુજરાત પ્રદેશ અ.જા.મોરચાના કારોબારી સદસ્ય અને બોટાદ ભાજપ પ્રભારી તરીકે વિપુલ મેરાણીની વરણી થતા સન્માન કરાયું

અહીંથી શેર કરો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન વિપુલ મેરાણીની પક્ષપ્રત્યેની નિષ્કામ સેવા બદલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અનુ.જાતિ મોરચામા કારોબારી સદસ્ય અને બોટાદ ભાજપના પ્રભારી તરીકે નિમણૂક થતાં દસાડા તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં દસાડા તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચાનાં ગ્રામ્ય અધ્યક્ષ ડી.કે.મકવાણા,મહામંત્રી પ્રવીણ વાણિયા,સવજીભાઈ મકવાણા, જેઠાલાલ સોમેશ્વરા સહિત હોદેદારો અને કાર્યકરો દ્વારા શાલ ઓઢાડી,ફૂલહાર પહેરાવી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હર્ષની લાગણી વ્યક્ત કરાઈ હતી

આપણું ખારાપાટ

કેમ છો ? ખારાપાટની ધરુના માયાળુ માનવી ડીજીટલ પ્લેટફોર્મ 'આપણું ખારાપાટ' ટીમના નમસ્કાર ડિજિટલ યુગમાં અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ આપણા વિસ્તારનું પોતિકુ પ્લેટફોર્મ એટલે 'આપણું ખારાપાટ' આપણા મલકમાં બનતા ધાર્મિક, સામાજિક,સંસ્થાકીય, શૈક્ષણિક કે રાજકીય પ્રસંગને જન જન સુધી પહોંચાડશે 'આપણું ખારાપાટ' ખારાપાટની ભૂમિ એટલે માં આદ્યશક્તિનું પ્રાગટ્ય સ્થાન,વીર વચ્છરાજ,રામદેવપીર મહારાજ,કાળવાનાથની ભૂમી જગ વિખ્યાત વંદન આપણા ખારાપાટને.. નાના રણના ઘુડખર,રણ લોકડી,તથા અગરમા પાકતા મીઠાએ આપી ઓળખ અનેરી અને હા વર્ળીન્દ્રધામ સ્વામિનારાયણ સંકુલ બનતા ભળી સોનામા સુગંધ થયો ઓળખમા વધારો પાટડી નગર એટલે જ તો લાગે વ્હાલુ વતન ..આપણા વતનના પ્રસંગને જન જન સુધી પહોંચાડવા અમને કરો માહિતગાર અને વિગત મોકલી આપો નંબર પર આપણો મલક,આપણું ગૌરવ આપણું ખારાપાટ... Contact-:+91 87995 70643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *