દસાડાની છત્રોટ પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન પૂર્વે અનોખી ઉજવણી
સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા તાલુકાની છત્રોટ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પૂર્વે અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની તમામ દીકરીઓએ શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાધીને ચોકલેટ ખવડાવી મોં મીઠું કરાવ્યું આ અનોખી ઉજવણીમાં બાળકોના ચહેરા સ્મિતથી ખિલી ઉઠ્યા હતા યોજાયેલ કાર્યક્રમમા બાળાઓએ શિક્ષક અશ્વિનભાઈ અને કલ્પેશભાઈને પણ રાખડી બાંધી હતી રક્ષાબંધન પૂર્વે યોજાયેલ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી