જાણવા જેવુ

પાટડી પોલીસની ઉમદા કામગીરી:ખેડૂતના ૨.૫૦ લાખ ભરેલ થેલી ગણતરીના સમયમાં શોધી આપ્યો:બાઈક પર લગાવેલ થેલી સરકી ગઈ હતી

અહીંથી શેર કરો

એરંડાની જણસ વેચી ખેડૂતે રૂપિયા ભરેલ થેલો બાઈક પર લગાવ્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરમાં એક ખેડૂતનો ૨ લાખ ૫૦ હજાર ભરેલ થેલી બાઈક પરથી સરકી થતા પાટડી પોલીસ દ્વારા ખેડૂતની રૂપિયા ભરેલ થેલી ગણતરીના સમયમાં શોધી આપી ઉમદા કામગીરી કરતા ખેડૂતે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો

દસાડા તાલુકાના દેગામના ખેડૂત અજીતસિંહ છત્રસિંહ એરંડાનું પાક વેચાણથી મળેલા ૨ લાખ ૫૦ હજાર રૂપિયા એક થેલીમાં ભરી બાઈક પર થેલી લગાવી બજારમાં અન્ય કામ અર્થે ગયા હતા ત્યારબાદ આ ખેડૂતનો થેલો બાઈક પર લઈ જતા સમયે કોઈ સ્થળે ગુમ થઈ જતા ખેડૂતનો જીવ તાળવે ચોંટ્યો હતો અને તાબડતોબ પાટડી પોલીસનો સંપર્ક કર્યો હતો પાટડી પોલીસ મથકના ડાઉન બીટ જમાદાર નરેન્દ્રસિંહ કાસેલા તથા કોન્સ્ટેબલ મેરૂભાઈ ખટાણા દ્વારા ગંભીરતા સમજી તાત્કાલિક ખેડૂત પાસે પ્રાથમિક વિગત મેળવ્યા બાદ પાટડી નગરપાલિકાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા પાટડી પોલીસ મથકના બીટ જમાદાર અને અન્ય પોલીસ સટાફની ઝીણવટ ભરી તપાસમાં રૂપિયા ભરેલ થેલો પાટડી નગરપાલિકાથી મામલતદાર કચેરી રોડ આસપાસ સરકી ગયો હોવાનું સામે આવ્યુ હતુ તેથી પાટડી પોલીસ દ્વારા લોકોની પૂછપરછ કરાઈ હતી અને એક વ્યક્તિને આ થેલી મળી હોવાનુ સામે આવ્યું હતું જેથી પાટડી પોલીસએ થેલીમાં ભરેલ ૨ લાખ ૫૦ હજાર રૂપિયા મૂળ માલિક ખેડૂતને સુપ્રત કર્યા હતા પાટડી પોલીસનો આભાર ખેડૂત અજીતસિંહ શક્તિસિંહ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યુ હતો

Patdi police Great work

આપણું ખારાપાટ

કેમ છો ? ખારાપાટની ધરુના માયાળુ માનવી ડીજીટલ પ્લેટફોર્મ 'આપણું ખારાપાટ' ટીમના નમસ્કાર ડિજિટલ યુગમાં અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ આપણા વિસ્તારનું પોતિકુ પ્લેટફોર્મ એટલે 'આપણું ખારાપાટ' આપણા મલકમાં બનતા ધાર્મિક, સામાજિક,સંસ્થાકીય, શૈક્ષણિક કે રાજકીય પ્રસંગને જન જન સુધી પહોંચાડશે 'આપણું ખારાપાટ' ખારાપાટની ભૂમિ એટલે માં આદ્યશક્તિનું પ્રાગટ્ય સ્થાન,વીર વચ્છરાજ,રામદેવપીર મહારાજ,કાળવાનાથની ભૂમી જગ વિખ્યાત વંદન આપણા ખારાપાટને.. નાના રણના ઘુડખર,રણ લોકડી,તથા અગરમા પાકતા મીઠાએ આપી ઓળખ અનેરી અને હા વર્ળીન્દ્રધામ સ્વામિનારાયણ સંકુલ બનતા ભળી સોનામા સુગંધ થયો ઓળખમા વધારો પાટડી નગર એટલે જ તો લાગે વ્હાલુ વતન ..આપણા વતનના પ્રસંગને જન જન સુધી પહોંચાડવા અમને કરો માહિતગાર અને વિગત મોકલી આપો નંબર પર આપણો મલક,આપણું ગૌરવ આપણું ખારાપાટ... Contact-:+91 87995 70643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *