સમાચાર

પાટડી ૧૦૮ દ્વારા ક્રિટિકલ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો જુડવા બાળક ધરાવતી સગર્ભાને પાટડી હોસ્પિટલ દ્વારા સુરેન્દ્રનગર રેફર કરાઈ હતી પાટડી ૧૦૮ના ઇએમટીએ માલવણ પાસે જ ડીલવરી કરાવી જીવ બચાવ્યો મહિલાએ તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો:પરિવારે ૧૦૮નો આભાર વ્યક્ત કર્યો

અહીંથી શેર કરો

lસુરેન્દ્રનગર જિલ્લા સહિત દસાડા તાલુકા અને પાટડી શહેર ૧૦૮ એમ્બ્યુલન્સ નિઃશુલ્ક સેવા આશીર્વાદ સમોવડી બની છે આ બાબતે ૧૦૮ના સુરેન્દ્રનગર જિલ્લા સુપરવિઝન અધિકારી અમન મંસુરીના મોનિટરીંગ પણ રાખવામાં આવી રહ્યુ છે ત્યારે પાટડી શક્તિનગર વિસ્તારમાં રહેતી મહિલાને પ્રસવ પીડા થતા પાટડી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રેફર કરાઈ હતી મહિલાના ગર્ભમાં જુડવા બાળક હતા અને એક બાળક ઊંધું જણાતા હાજર ડોક્ટર દ્વારા તેને ૧૦૮ મારફતે સુરેન્દ્રનગર રેફર કરાઈ હતી તેથી ૧૦૮ના પાયલોટ ભીમાભાઇ અને ઇએમટી ભરતભાઈ દ્વારા સંગર્ભા મહિલાને સુરેન્દ્રનગર લઈ જવાઈ રહી હતી તે દરમિયાન માલવણ નજીક સંગર્ભાની સ્થિતિ વધુ ક્રિટિકલ જણાતા ઈએમટી ભરતભાઈ દ્વારા મહિલાની નોર્મલ પ્રસુતિ કરવામાં આવી હતી જેમાં મહિલાએ બે કિલો થી વધુના તંદુરસ્ત બે દીકરાને જન્મ આપ્યો હતો ૧૦૮ના ઇએમટી ભરતભાઈ અને પાયલોટ ભીમાભાઇ દ્વારા મહિલાનો અને બંને બાળકોનો જીવ બચાવતા તથા નોર્મલ ડિલિવરી કરાવતા પરિવારજનોએ ૧૦૮ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સવલાસ બજાણા પુલ નજીક કંન્ટ્રકશન સ્થળે પરપ્રાંતીય મજૂરી કામ કરે છે જેમાં એક મહિલા ગર્ભવતી હતી તેને પણ પ્રસવ પીડા થતા ૧૦૮ને જાણ કરાઈ હતી ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની સ્થિતિ ગંભીર જણાતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ ઇએમટી ભરતભાઈ દ્વારા ડીલીવરી કરાવાઈ હતી સમય સૂચકતા અને અનુભવને આધારે ઈએમટી અને પાયલટના કાર્યથી બંને પરિવારમાં હર્ષની લાગણી પ્રસરી હતી

આપણું ખારાપાટ

કેમ છો ? ખારાપાટની ધરુના માયાળુ માનવી ડીજીટલ પ્લેટફોર્મ 'આપણું ખારાપાટ' ટીમના નમસ્કાર ડિજિટલ યુગમાં અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ આપણા વિસ્તારનું પોતિકુ પ્લેટફોર્મ એટલે 'આપણું ખારાપાટ' આપણા મલકમાં બનતા ધાર્મિક, સામાજિક,સંસ્થાકીય, શૈક્ષણિક કે રાજકીય પ્રસંગને જન જન સુધી પહોંચાડશે 'આપણું ખારાપાટ' ખારાપાટની ભૂમિ એટલે માં આદ્યશક્તિનું પ્રાગટ્ય સ્થાન,વીર વચ્છરાજ,રામદેવપીર મહારાજ,કાળવાનાથની ભૂમી જગ વિખ્યાત વંદન આપણા ખારાપાટને.. નાના રણના ઘુડખર,રણ લોકડી,તથા અગરમા પાકતા મીઠાએ આપી ઓળખ અનેરી અને હા વર્ળીન્દ્રધામ સ્વામિનારાયણ સંકુલ બનતા ભળી સોનામા સુગંધ થયો ઓળખમા વધારો પાટડી નગર એટલે જ તો લાગે વ્હાલુ વતન ..આપણા વતનના પ્રસંગને જન જન સુધી પહોંચાડવા અમને કરો માહિતગાર અને વિગત મોકલી આપો નંબર પર આપણો મલક,આપણું ગૌરવ આપણું ખારાપાટ... Contact-:+91 87995 70643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *