દસાડાના નાગડકા ગામે ખેરવા PHC દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાગડકા ગામે ખેરવા પી.એચ સી દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય આરતીબેન પટેલની સુચના અનુસાર મેડીકલ કેમ્પ કરી આરોગ્યને લગતી સારવાર માટે કેમ્પ કરવામા આવ્યો હતો જેમાં ખેરવા કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર મયંક સાગઠીયા અને મલ્ટી પર્પસ હેલ્થ વર્કર ખેરવા સંજય પરમાર,આશા વર્કર નીતાબેન સોલંકી સહિતના આરોગ્ય કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને ૧૭૫થી વધારે લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી,ચૂંટાયેલ જન પ્રતિનિધિ પ્રજાના આરોગ્ય લક્ષી મેડિકલ કેમ્પ માટે સૂચના તથા આયોજન કરતા પ્રજાજનોમાં જિલ્લા પંચાયત સદસ્ય આરતીબેન પટેલની કામગીરીને બીરદાવવામા આવી હતી
આપણું ખારાપાટ સંપર્ક નંબર-:87995 70643