દસાડાના હેબતપુર પાસે ટ્રેનની અડફેટે યુવાનનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના હેબતપુર ગામ પાસે ટ્રેનની અડફેટે આવતા હેબતપુર ગામના ૨૩ વર્ષીય યુવાનનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા ગ્રામજનો તથા પરિવારજનો બનાવ સ્થળે પહોંતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા,૨૩ વર્ષીય યુવાનના મોતની જાણ વાયુવેગે ગામમાં તથા પંથકમાં પ્રસરી જતા શોકનું મોજુ ફરી વળ્યું હતું બનાવની જાણ બજાણા પોલીસને થતા બજાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી મિતદેહને પોસ મોર્ટમ અર્થે પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી