સમાચાર

દસાડા પોલીસ મથકના મહિલાએ G.R.D. પ્રામાણિકતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું

સાંપ્રત સમયમાં બેરોજગારીએ માઝા મૂકી છે જેને કારણે પ્રામાણિકતામાં પણ ઘટાડો જોવા મળતો હોય છે આજના સમયમાં પ્રામાણિક વ્યક્તિની સંખ્યા જૂજ જોવા મળે છે તેવું કહીએ તો ખોટું નથી પરંતુ આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં પ્રામાણિકતાના ઘણા ઉદાહરણો સામે આવતા હોય છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા પોલીસ મથકમાં મહિલા ગ્રામ રક્ષક દળ (Dasada GRD) તરીકે ફરજ બજાવતા કમળાબેન વીરાભાઇએ આવી જ એક પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

મળતી માહિતી મુજબ મહિલા જવાન કમળાબેન વીરાભાઇના ફરજનુ સ્થળ વણોદ મુકામે હતું આ દરમિયાન તેઓ વણોદ પંજાબ નેશનલ બેંકથી ગોગા મહારાજના મંદિરથી જઈ રહ્યા હતા તે દરમિયાન રૂપિયા ૧.૮૦ લાખ માર્ગ પરથી મહિલા GRDને મળ્યા હતા રૂપિયા મળતા મહિલા જવાને મૂળ માલિકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને સુશીયા ગામના રમીલાબેન ભરવાડના રૂપિયા હોવાનું જણાતા મહિલા GRDએ ૧.૮૦ લાખ પ્રામાણિકતાથી રમીલાબેનને સોંપ્યા હતા,રમીલાબેનના ખોવાઈ ગયેલ રૂપિયા મળી આવતા તેઓમા હર્ષ જોવા મળ્યો હતો અને મહિલા જવાનની પ્રમાણિકતાને બિરદાવી હતી આ ઉપરાંત પોલીસ બેડામાં પણ મહિલા GRD જવાનની પ્રમાણિકતાને વધાવવામાં આવી હતી.

આપણું ખારાપાટ

કેમ છો ? ખારાપાટની ધરુના માયાળુ માનવી ડીજીટલ પ્લેટફોર્મ 'આપણું ખારાપાટ' ટીમના નમસ્કાર ડિજિટલ યુગમાં અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ આપણા વિસ્તારનું પોતિકુ પ્લેટફોર્મ એટલે 'આપણું ખારાપાટ' આપણા મલકમાં બનતા ધાર્મિક, સામાજિક,સંસ્થાકીય, શૈક્ષણિક કે રાજકીય પ્રસંગને જન જન સુધી પહોંચાડશે 'આપણું ખારાપાટ' ખારાપાટની ભૂમિ એટલે માં આદ્યશક્તિનું પ્રાગટ્ય સ્થાન,વીર વચ્છરાજ,રામદેવપીર મહારાજ,કાળવાનાથની ભૂમી જગ વિખ્યાત વંદન આપણા ખારાપાટને.. નાના રણના ઘુડખર,રણ લોકડી,તથા અગરમા પાકતા મીઠાએ આપી ઓળખ અનેરી અને હા વર્ળીન્દ્રધામ સ્વામિનારાયણ સંકુલ બનતા ભળી સોનામા સુગંધ થયો ઓળખમા વધારો પાટડી નગર એટલે જ તો લાગે વ્હાલુ વતન ..આપણા વતનના પ્રસંગને જન જન સુધી પહોંચાડવા અમને કરો માહિતગાર અને વિગત મોકલી આપો નંબર પર આપણો મલક,આપણું ગૌરવ આપણું ખારાપાટ... Contact-:+91 87995 70643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *