જાણવા જેવુ

પાટડી સરકારી પુસ્તકાલય ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું

અહીંથી શેર કરો

પાટડી સરકારી પુસ્તકાલય ખાતે ગુજરાત રાજ્ય રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગનાં નિયામક ડૉ.પંકજભાઈ ગૌસ્વામી ગ્રંથાલય ખાતું ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ ૨૮ ઓગસ્ટ સુપ્રસિદ્ધ સાહિત્યકાર કવિ ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું હતુ જેમાં પાટડી શ્રી સુરજમલજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પાટડી પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરાએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, પ્રસંગે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું યોજવામાં આવેલ પુસ્તક પ્રદર્શનમા શ્રી સૂરજમલજી હાઇસ્કૂલનાં આચાર્ય વીણાબહેન ચૌધરી, શિક્ષણ રાજેન્દ્ર મહેતા,અજમલ ડોડીયા,ચિંતન મહેતા, સહદેવસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા પુસ્તક પ્રદર્શનનુ આયોજન મદદનીશ ગ્રંથપાલ ડૉ.અલ્કેશ મોદી દ્વારા કરાયુ હતુ

આપણું ખારાપાટ

કેમ છો ? ખારાપાટની ધરુના માયાળુ માનવી ડીજીટલ પ્લેટફોર્મ 'આપણું ખારાપાટ' ટીમના નમસ્કાર ડિજિટલ યુગમાં અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ આપણા વિસ્તારનું પોતિકુ પ્લેટફોર્મ એટલે 'આપણું ખારાપાટ' આપણા મલકમાં બનતા ધાર્મિક, સામાજિક,સંસ્થાકીય, શૈક્ષણિક કે રાજકીય પ્રસંગને જન જન સુધી પહોંચાડશે 'આપણું ખારાપાટ' ખારાપાટની ભૂમિ એટલે માં આદ્યશક્તિનું પ્રાગટ્ય સ્થાન,વીર વચ્છરાજ,રામદેવપીર મહારાજ,કાળવાનાથની ભૂમી જગ વિખ્યાત વંદન આપણા ખારાપાટને.. નાના રણના ઘુડખર,રણ લોકડી,તથા અગરમા પાકતા મીઠાએ આપી ઓળખ અનેરી અને હા વર્ળીન્દ્રધામ સ્વામિનારાયણ સંકુલ બનતા ભળી સોનામા સુગંધ થયો ઓળખમા વધારો પાટડી નગર એટલે જ તો લાગે વ્હાલુ વતન ..આપણા વતનના પ્રસંગને જન જન સુધી પહોંચાડવા અમને કરો માહિતગાર અને વિગત મોકલી આપો નંબર પર આપણો મલક,આપણું ગૌરવ આપણું ખારાપાટ... Contact-:+91 87995 70643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *