જાણવા જેવુ

પાટડી સુરજમલજી હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય રમત દિનની ઉજવણી કરાઇ

અહીંથી શેર કરો

ભારતમાં દર વર્ષે ૨૯ ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવવામાં આવે છે પાટડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સુરજમલજી પ્રાથમિક શાળા અને ન્યુ હાઈસ્કૂલમાં ખાતે ૨૯ ઓગસ્ટ ૨૦૨૩ના દિવસે મેજર ધ્યાનચંદના જન્મદિવસની યાદમાં રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળાના સ્પોર્ટ્સ ટીચર રીનુંબેન અને ભારતીબેનના માર્ગદર્શન હેઠળ તેમજ શાળાના આચાર્ય દિપકકુમાર બી.શર્માના અને શાળાના તમામ સ્ટાફગણના સહયોગથી ધોરણ-૧ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતો જેવી કે ૫૦ મીટર દોડ,100 મીટર દોડ,રસ્સા ખેંચ,લીંબુ ચમચી,સંગીત ખુરશી જેવી રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું.આ રમત ઉત્સવમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.અને મેજર ધ્યાનચંદને યાદ કરીને શાળાના આચાર્ય રમત ઉત્સવની શરૂઆતમાં તેમના વિશે બાળકોને ખૂબ જ રસપ્રદ માહિતી આપેલ હતી. તેમજ ભારતમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની યાદમાં તેમનો જન્મદિન ભારતમાં ૨૯મી ઓગસ્ટના રોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદનો જન્મ ઓગસ્ટ ૧૯૦૫ના રોજ અલ્હાબાદ (પ્રયાગરાજ) ખાતે થયો હતો.તેઓ વિઝાર્ડ ઓફ હોકી તથા ધ મેજીસીયન ઓફ હોકીના ઉપનામથી પ્રસિદ્ધ હતા.તેમણે ભારત માટે ૧૯૨૮,૧૯૩૪ અને ૧૯૩૬ના ઓલમ્પિકમાં કુલ ત્રણ ગોલ્ડ મેડલ અપાવ્યા હતા તેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી યોજાય રમત ઉત્સવ શાળાનો શિક્ષક ગણતા હતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

આપણું ખારાપાટ

કેમ છો ? ખારાપાટની ધરુના માયાળુ માનવી ડીજીટલ પ્લેટફોર્મ 'આપણું ખારાપાટ' ટીમના નમસ્કાર ડિજિટલ યુગમાં અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ આપણા વિસ્તારનું પોતિકુ પ્લેટફોર્મ એટલે 'આપણું ખારાપાટ' આપણા મલકમાં બનતા ધાર્મિક, સામાજિક,સંસ્થાકીય, શૈક્ષણિક કે રાજકીય પ્રસંગને જન જન સુધી પહોંચાડશે 'આપણું ખારાપાટ' ખારાપાટની ભૂમિ એટલે માં આદ્યશક્તિનું પ્રાગટ્ય સ્થાન,વીર વચ્છરાજ,રામદેવપીર મહારાજ,કાળવાનાથની ભૂમી જગ વિખ્યાત વંદન આપણા ખારાપાટને.. નાના રણના ઘુડખર,રણ લોકડી,તથા અગરમા પાકતા મીઠાએ આપી ઓળખ અનેરી અને હા વર્ળીન્દ્રધામ સ્વામિનારાયણ સંકુલ બનતા ભળી સોનામા સુગંધ થયો ઓળખમા વધારો પાટડી નગર એટલે જ તો લાગે વ્હાલુ વતન ..આપણા વતનના પ્રસંગને જન જન સુધી પહોંચાડવા અમને કરો માહિતગાર અને વિગત મોકલી આપો નંબર પર આપણો મલક,આપણું ગૌરવ આપણું ખારાપાટ... Contact-:+91 87995 70643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *